સૈન્‍યના વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓના બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ

કચ્છમાં વિવિધ શહેરોમાં/ગામોમાં સૈન્‍ય તથા અન્‍ય સશસ્‍ત્ર દળોના ગણવેશ તથા તેની સામ્‍યતા ધરાવતા વસ્‍ત્રોનું વેચાણ તથા ઉપયોગ થતો હોય છે. આવા વસ્‍ત્રો ધારણ કરી અસામાજિક તત્‍વો દ્વારા દેશદ્રોહી/ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે ઉપયોગ થવાનો સંભવ રહે છે. જેના કારણે રાષ્‍ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે છે. ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૮૨૦૪ અને ૨૦૫માં આ બાબતે જોગવાઇ કરવામાં આવેલી છે. આ બાબત સુરક્ષાના પરિપ્રેક્ષ્‍યમાં ઘણી ગંભીર પ્રકારની હોઇબજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા અને ઉપયોગમાં લેવાતા સશસ્‍ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા અન્‍ય ચીજવસ્‍તુઓ પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી આનંદ પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલા વિસ્‍તારમાં કોઇપણ દુકાનોમાં કે કોઇપણ વ્યક્તિએ સશસ્‍ત્ર દળોનો ગણવેશ કે તેની સામ્‍યતા ધરાવતા વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓનું બિનઅધિકૃત રીતે વેચાણ કે ઉપયોગ કરવો નહીં તેમ ફરમાવેલ છે.

       ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઈ આ જાહેરનામાનાં ભાગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના હેઠળ આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાંજાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસના અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.

આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારા ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૧૨/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.