નખત્રાણાના દેવપર ગામે નાણાંકીય સાક્ષરતા જનજાગૃતિ શિબીર યોજાઈ

copy image

ભારતીય રિઝર્વ બેંકના સહયોગથી તથા નાબાર્ડ, બેંક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે આરોહ ફાઉન્ડેશન દ્વારા કચ્છના નખત્રાણાના દેવપર ગામમાં નાણાંકીય સાક્ષરતા જનજાગૃતિ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નાગરિકોને વિવિધ બેંક દ્વારા નાણાંકીય આયોજન, બેંક ખાતાની કામગીરી અને વિવિધ વીમા અંગેની જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને બેંક ખાતા ધારકો નાણાંકીય આયોજન અંગે માહિતગાર થાય તેમજ હાલની પરિસ્થિતિને લઈને સાઈબર ક્રાઈમ બાબતે વધારે સર્તક તેમજ સાવચેત રહે તે અંગે કાર્યક્રમમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
આ શિબીરમાં જીવન જ્યોતિ વીમા યોજના, આકસ્મિક સુરક્ષા વીમા યોજના, પેન્શન યોજના, બચત લોન વગેરે બાબતોને આવરી લેવાઈ હતી. આ શિબીરમાં રિઝર્વ બેંકના એલડીઓશ્રી સુશીલ સહાડે, નાબાર્ડના ડીડીએમશ્રી નીરજકુમાર, કચ્છના લીડ બેંક મેનેજરશ્રી મિતેષ ગામીત, આરસેટીના ડીરેક્ટરશ્રી પુલકિત જોશી, આરોહ ફાઉન્ડેશનના કો-ઓર્ડિનેટરશ્રી દાનવીરભાઈ અને ફાઈનાન્શિયલ કાઉન્સિલરશ્રી શાંતાબેન પાયણ, ગ્રામીણ બેંકના મેનેજરશ્રી ગૌરવ સોલંકી, મદદનીશ મેનેજરશ્રી કપિલ કણજારિયા, સરપંચશ્રી કસ્તુરબેન ગરવા, બેંક સખીશ્રી નીલમબેન ભીમાણી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.