સરખેજ હેરિટેજ સાઇટમાં ગુંબજની ચોરી

30 જૂન અને 1 જુલાઈની રાત્રે રોજ સરખેજ રોજાના હેરિટેજ સાઇટ છે, ત્યાં કળશ ગુંબજની ચોરી કરવામાં આવી હતી. અને આ હેરિટેજ સાઇટમાં ચોરી થઈ છે તેવી જાણ ક્રાઈમને થઈ હતી.

ચોરી કરનાર આરોપી મહેસાણા, પાટણ, અમદાવાદ જિલ્લાના છે, આ ચોરી કરતા પહેલા તેઓએ રેકી કરી હતી. અને ચોરી પણ ત્યાંના કળશ ગુંબચની કરવામાં આવી હતી. ચોરીમાં માલનાં અલગ અલગ ટુકડા કરીને વેચવાનો પ્લાન કર્યો હતો. કારણ કે સરખેજ રોજાના ગુંબજ વિશ્વમાં પ્રખ્યાત છે. અને આ ગુંબજ પંચધાતુના બનેલા હતા. દોરડા બાંધીને કળશ નીચે ઉતારવામાં આવ્યા હતા. આરોપીઓ 7 અલગ જીલ્લાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ચોરી કરેલા કળશનાં જુદા જુદા ભાગ કાપીને વેચાવાનો પ્લાન બનાવ્યો હતો.તેથી તો પકડાય નહીં, તેમને આ કળશ સોનાના હશે તેવો અંદાજ હતો પણ તે પંચ ધાતુના બનેલા નિકળ્યા.

પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરીને 4 આરોપીની ધરપકડ કરી તેમના નામ સુરેશ દંતાણી, મુન્ના દંતાણી આરોપી સાથે બીજા બે આરોપીઓ પકડાયા છે. કુલ ચાર આરોપિ પકડાયા છે. અને ચાર પકડવાના બાકી છે.

રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.