કચ્છમાં વધુ 3 બ્રિજ બંધ કરાયાં : રાષ્ટીય ધોરીમાર્ગના ત્રણ બ્રિજ બંધ કરાયા
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર રાપર થી બાલાસર વચ્ચે ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ બંધ કરાયો
વૈકલ્પિક માર્ગ તરીકે રાપર-કલ્યાણપર-સેલારી-ફતેહગઢ-મૌવાણા-બાલાસર રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે
અન્ય એક રાષ્ટીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડ પર નો લાયજા-બાયઠ રોડ પરનો બ્રીજ તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલ મેજર બ્રીજ ભારે અતિભારે વાહનો માટે બંધ કરાયો
આ માર્ગ બંધ થતાં તેના વૈકલ્પિક માર્ગ તરીકે લાયજા મોટા ચોકડી-બાડા-બાયઠ-દેઢિયા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે અને કોઠારા થી માંડવી વાયા મોથાળા-ગઢશીશા રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે