બેંક, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્સ્ટોલેશન, ટોલનાકા,  સિનેમાઘરો, હોટલ્સ, શોપીંગ સેન્‍ટર અનેજ્વેલર્સ સહિતની જગ્‍યાએ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે

કચ્છમાં આવેલી બેંક, તથા એ.ટી.એમ, આંગડીયા પેઢી, મની એક્ષચેન્જ, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્‍સ્‍ટોલેશન, ટોલનાકા, સિનેમાઘરો, હોટલ્સ, શોપીંગ સેન્‍ટર અને જ્વેલર્સની દુકાનો વગેરેમાં રોજબરોજ નાણાંની લેવડદેવડ થતી હોય છે. મોટા ભાગના કિસ્‍સાઓમાં કોઇ સિક્યોરિટી ગાર્ડસ રાખવામાં આવતા નથી. આવા સંજોગોમાં ભવિષ્‍યમાં બેંક લૂંટ કે અન્‍ય કોઇ બનાવો ન બને અને બને તો તે અંગે તમામ ઇસમોની હરકત જાણી શકાય માટે કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્‍છ જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલા તમામ રાષ્‍ટ્રીય, ખાનગી તેમજ સહકારી બેંક, પેટ્રોલપંપ, જ્વેલર્સની દુકાનો, શોપીંગ સેન્‍ટર, હોટલ, ટોલનાકા તેમજ સિનેમાઘરોએ સીસીટીવી કેમેરા કેશીયરની કેબીન ઉપર, મેઇન દરવાજા- ઉપર તથા ટ્રેઝરી ઉપર લગાવવા તેમજ તેમના બેંક હસ્તકના એ.ટી.એમ. સેન્ટર, ગેર બેકીંગ સેન્ટરો (આંગણવાડી પેઢી, મની એકસચેન્જ) પેટ્રોલપંપો, ગેસ ફિલિંગ સેન્ટરો, વાઈટલ ઈન્‍સ્‍ટોલેશન, જ્વેલર્સની દુકાનો, હેવી વોટર પ્લાન્ટ, તમામ પ્રાઈવેટ કંપનીઓ, શોપીંગ સેન્ટરો, મેડીકલ ફાર્મસી, મલ્ટીપ્લેક્સ થીયેટર, કોર્મશિયલ સેન્ટરો, હોટલ્સ, ગેસ્ટ હાઉસ, લોજિંગ-બોર્ડિંગ, ધર્મશાળાઓ, અતિથિગૃહો, વિશ્રામગૃહો, રેસ્ટોરેન્ટ, ફાસ્ટફૂડ પાર્લર, બહુમાળી બિલ્ડીંગો, મોટા ધાર્મિક સ્થળો તેમજ જુદા જુદા પાર્ટી પ્લોટો તથા અતિથિગૃહો કે જ્યાં લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગોના આયોજન કરવામાં આવે છે તેના માલિકો/ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોએ પ્રવેશદ્વાર ઉપર પૂરતા પ્રમાણમાં તાલીમબદ્ધ સિક્યોરિટી ગાર્ડને મેટલ ડિટેક્ટર સાથે ફરજ પર નિયુક્ત કરવાના રહેશે અને આ તમામ સ્થળો ઉપર સી.સી.ટી.વી. (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન સાથેના સારી ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાડવાના રહેશે. તમામ માણસોને અવર-જવર વ્યવસ્થિત રીતે તેમજ ક્લિયર જોઇ શકાય અને પ્રવેશ કરતાં વાહનોના રજિસ્ટ્રેશન નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાડવા તેમજ પેટ્રોલ/ડિઝલ/ગેસ ફિલિંગ સ્ટેશન બહારના ભાગે PTZ (પાન-ટીલ્ટ ઝૂમ) કેમેરા લગાડવાનાં રહેશે અને તેનો ડેટા એક માસ સુધી સાચવી રાખવા અને આ ડેટા પોલીસ અધિકારી તરફથી માંગણી કર્યે આપવા આ હુકમમાં જણાવાયું છે.

આ જાહેરનામું તા.૧૨/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમ કચ્‍છ જિલ્‍લાના સમગ્ર વિસ્‍તાર માટે લાગુ પડશે. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારને ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ની કલમ-૨૧૫ આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩  મુજબ શિક્ષાને પાત્ર થશે.

અંજના ભટ્ટી