શેખપીરથી કુકમા જતા માર્ગ પર બાઇક સવારને અજાણ્યા વાહને હડફેટે લેતા ઘાયલ

copy image

ભુજ ખાતે આવેલ શેખપીરથી કુકમા જતા માર્ગ પર બાઇક સવારને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગઢશીશાના રહેવાસી છગન નાગશી મહેશ્વરી નામના શખ્સને શેખપીર થી કુકમા જતા માર્ગ પર કોઈ અજાણ્યા વાહનની હડફેટે ટક્કર લાગતાં ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.