ભચાઉના વોંધમાં દેશી બંદૂક સાથે એકની ધરપકડ

copy image

ભચાઉ ખાતે આવેલ વોંધમાં દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વોંધમાં દત્તક વિસ્તાર નજીક કાચા રસ્તા પાસે ઊભેલા જુશબ રસુલ ત્રાયા નામના શખ્સ પાસે દેશી હાથબનાવટની બંદૂક છે. જેથી પોલીસે હકીકત વાળા સ્થળ પર તપાસ કરતાં તે શખ્સ પાસેથી કી રૂ. 5000ની હાથબનાવટની દેશી બંદૂક મળી આવી હતી જે અંગે પોલીસે આધાર પુરાવા માંગતા આરોપી ઈસમ તે રજૂ શક્યો ન હતો. જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.