અંજાર શહેરમાં ASI મહિલા પોલીસ કર્મચારીની હત્યાથી પોલીસ બેડામાં ચકચાર

અંજાર શહેરમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અરુણાબેન નટુભાઈ જાદવની તેમના જ બોયફ્રેન્ડ દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના ગઈ મોડી રાત્રે અંજારની ગંગોત્રી સોસાયટી-2 માં અરુણાબેનના નિવાસસ્થાને બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના વતની અરુણાબેન અને તેમના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈ પારિવારિક બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે દિલીપે ગુસ્સો ગુમાવી અરુણાબેનનું ગળું દબાવી દીધું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું સૂત્રો માથી જાણવા મળી રહ્યું છે.