ક્રિકેટ સટ્ટો રમતા/રમાડતા ઇસમને લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજએ ઝડપી પાડ્યો

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નિલેશભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઇ રાવલનાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, મિરાઝ અરસદ મેમણ રહે. હીનાપાર્ક ભુજ વાળો આત્મારામ સર્કલ થી અમનનગર તરફ જતા રસ્તા પર આવેલ ગેરેજ થી આગળ પોતાના કબ્જાની કાળા કલરની એકટીવા વડે ઉભેલ છે અને પોતાના મોબાઇલ ફોનમાં ID વડે હાલમાં ચાલી રહેલ ઝીમબાબે વર્સેસ ન્યુઝીલેન્ડની ત્રીજી મેચ ક્રિકેટ ટુનામેન્ટમાં આ ૨૦ ઓવરની મર્યાદિત ક્રિકેટ મેચ ઉપર રનના તફાવત ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટો જુગાર પોતે તથા પોતાના મળતીયા માણસો મારફતે રમી રમાડે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત મુજબનો ઇસમ પોતાના કબ્જાના મોબાઇલ ફોનથી માસ્ટર એકાઉન્ટ CRIBET247.COM તથા VEGASBOOK9.COM નામની ઓનલાઇન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા રમાડતા પકડાઇ ગયેલ અને મોબાઇલ ફોનમાં રહેલ બન્ને આઇ.ડી.માં રાખેલ બેલેન્સ રૂપીયા ૩૫,૦૦,૦૦૦/-(પાત્રીસ લાખ) ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમાં લીધેલ જેથી હાજર મળી આવેલ ઇસમ તથા હાજર નહી મળી આવેલ ઇસમો વિરૂધ્ધમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૮૪૫/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ ১.

પકડાયેલ ઇસમ :-

  • મિરાઝ અરસદ મેમણ ઉ.વ. ૩૪ રહે. હીનાપાર્ક-૧, અમનનગર ચાર રસ્તા પાસે ભુજ (ક્રિકેટ સટ્ટો રમાડનાર)
  • પકડવાના બાકી ઇસમો :-
  • અલગ અલગ આઇ.ડી. ચલાવનાર ૧૨ ઇસમો.

મદામાલ :-

  • બન્ને આઇ.ડી.મા રાખેલ બેલેન્સ રૂપીયા ૩૫,૦૦,૦૦૦/- ક્રિકેટ સટ્ટૉ રમવામાં ઉપયોગમા લીધેલ
  • મોબાઇલ નંગ-૨ કિં.રૂા. ૩૫,૦૦૦/-
  • એકટીવા રજી.નં. જીજે ૧૨ ઇ.આર. ૮૧૫૩ કિં.રૂા. ૩૦,૦૦0/-