મંદબુદ્ધિ દીકરીનો અકસ્માત થતાં જીવદયા ગ્રુપનો સંપર્ક કરતાં તેઓ મદદે આવ્યા


જીવદયા સર્વોપરી કચ્છ ઇમરજન્સી ફાઉન્ડેશન ટ્રસ્ટ – ભુજશૈલેષ સોની, પરેશ ગીરી, જયેશ કોઠારી, નરેશ નાઈ ,મનીષાબેન ગોસ્વામી અંજાર માં રહેતી મંદબુદ્ધિ દીકરીનો અકસ્માત થતાં ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો,
ત્યાંથી ભુજ અદાણી જી કે જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યું. જીકે જનરલ હોસ્પિટલ વાળા જીવદયા ગ્રુપનો સંપર્ક કર્યો હતો તેના પગમાં સળિયા નાખી ઓપરેશન કરાવી ને મંદ બુદ્ધિ દીકરીને એક મહિનો સારવાર કરી અને સાઈક્રિસ્ટિક ડોક્ટરની પણ સારવાર ચાલુ કરી તેથી તે દીકરી માં માનસિક વિકાસ પણ સારો થયો. એક મહિના ની સખત સારવાર બાદ તે અંદાજિત 22 વર્ષીય મંદ બુદ્ધિ દીકરીને ગાંધીનગર બાયડ ગામમાં જય અંબે મન બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટમાં તે દીકરીને જીવદયા ગ્રુપના માધ્યમથી સૌપ્રરત કરવામાં આવી. આ કાર્ય પૂરું કરવા માટે જીવદયા ગ્રુપ ના દાતાશ્રીઓ નો ખુબ ખુબ આભાર તેમજ એક મહિનો મંદ બુદ્ધિ દીકરીની સારવાર કરવા માટે ભુજ અદાણી જે કે જનરલ હોસ્પિટલ ના ડોક્ટર અને સ્ટાફનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. આ જ રીતે બધાના સાથ સહકારથી જીવદયા નો ગ્રુપ આવા કાર્ય કરતા રહે અને તમારો સાથ મળતો રહે.
દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર