હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં કોઇ કોગ્નીઝીબલ ગુનો કરવાના ઇરાદે હથીયાર રાખી ફરતા ઇશમની ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ શરીર સબંધી બનતા ગુનાઓ અટકાવવા તથા અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ચેક કરવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ભુજ શહેર તથા અન્ય વિસ્તારમાં શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ચેક કરવાની કામગીરી સોપવામા આવેલ. જે કામગીરી અન્વયે એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રભાઇ રાવલ, સુરેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જીલ્લા મેજીસ્ટ્રટ અને કલેકટરશ્રી કચ્છ ભુજનાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં કોઇ કોગ્નીઝીબલ ગુનો કરવાના ઇરાદે હથીયાર(છરી) રાખી ફરતા ઇસમો વિરૂધ્ધ (૧) ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજકુર ઇસમ રાયબ રહીમના વાંઢા ઉ.વ.૩૩ રહે. સાધારા તા.ભુજ-કચ્છવાળા વિરૂધ્ધ ગુ.ર.નં.૮૫૪/૨૦૨૫ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ તથા (૨) ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજકુર ઇસમ અરમાન નુરમામદ અજડીયા ઉ.વ.૨૫ રહે. માલધારીનગર સેવનસ્કાય સામે ભુજવાળા વિરૂધ્ધ ગુ.ર.નં.૭૬૫/૨૦૨૫ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ તથા (૩) ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજકુર ઇસમ ઇફતેખાર અલીજાવેદ થાર્યાલી ઉ.વ.૧૯ રહે. શાશ્ત્રીનગર રાજેન્દ્રનગરની બાજુમાં જેષ્ટાનગર કેમ્પ એરીયા ભુજવાળા વિરૂધ્ધ ગુ.ર.નં.૭૬૮/૨૦૨૫ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુના રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ

છરી નંગ – ૦૩ કિં.રૂ. ૩૦૦/-

ફોર વ્હીલર ટોયોટા ગ્લાંઝા રજી.નં. જીજે-૧૨-એફઇ-૩૨૩૯, કિં.રૂ. ૫,૦૦,૦૦૦/-

  • આરોપીનો ગુનાહિત ઇતિહાસ

અરમાન નુરમામદ અજડીયા વિરૂધ્ધ દાખલ થયેલ ગુના

ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ. ૩૧૬(૨), ૩૧૮(૪), ૬૧(૨), ૩૫૧(૪), ૩૦૪(૨), ૧૨૭(૨) મુજબ.

  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૪/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૧૧૪,૩૦૭,૩ ૨૩,૩૨૫,૫૦૪,૨૯૪(બી) મુજબ.