કોઠારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તેઓને મળેલ બાતમી હકીકત આધારે કોઠારા પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૦૭૪/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧ મુજબના ગુના કામેના નાસતા ફરતા આરોપી ભાવસિંહ કિશનસિંહ રાઠોડ ઉ.વ. ૪૦ રહે. ડુમરા તા-અબડાસા વાળા પકડી ઉપરોક્ત ગુના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
- ભાવસિંહ કિશનસિંહ રાઠોડ ઉ.વ. ૪૦ રહે. ડુમરા તા-અબડાસા
નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
કોઠારા પોલીસ સ્ટેશન ગુ.૨.ન. ૦૭૪/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧ મુજબ