પૂર્વ કચ્છ જિલ્લાની જનતાને પોલીસની વિશેષ અપીલ

કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ અપીલ છે કે,હમળા ગાંધીધામમાં એક અપહરળનો બનાવ બનેલ હતો. જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોલીસને આ બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. અને આ તપાસમાં સીસીટીવી કેમેરા ખૂબ જ કામ લાગ્યા હતા. ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેઈન અંતર્ગત સીસીટીવી કેમરા લગાડવાની એક ખાસ કેમ્પેઇન ચલાવવામાં આવી રહી છે. આ કેમ્પેઇન અંતર્ગત શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર અથવા તો કોઈ પણ પ્રિમાઈસિસ હોય ત્યા મિનિમમ એક કેમેરો જે રોડ સાઈડ વ્યૂ પર ફોકસ કરતો હોય એ બાબતની એક ખાસ કેમ્પેઇન જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ કેમ્પેઇનમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર તરફથી ખૂબ સારો પ્રતિસાધ મળ્યો છે. જેમાં જિલ્લાના અત્યાર સુધીના મિનિમમ 62 ગામડાઓમાં જે આખા ગામ સીસીટીવી કેમેરાથી કવર થયા. અને શહેરી વિસ્તારોમાં પણ ઘણી બધી સોસાયટી જે છે, જેમાં રોડ સાઈડ વ્યૂ પર કેમેરાનો ફોકસ હોય એ મુજબની કમસેકમ એકએક કેમેરો હોય છે, અને અમુક ગામડાઓમાં તો ગામની એન્ટ્રી અને એડિસેટ અને મુખ્ય વિસ્તાર મુખ્ય બજારના પોઈન્ટ એ પણ આ કેમ્પેઈનમાં કવર કરવામાં આવ્યા છે. જેમાં લોકાએ સ્વૈછીક રીતે આવી રીતે આ ઝુંબેશમાં પોલીસને ખાસ સહયોગ આપ્યો છે. જિલ્લા પોલીસ તરફથી તમામને ખાસ અપીલ કરવામાં આવી છે કે લોકે મિનિમમ પોતાના ઘરમાં બારનું રોડ સાઇડ વ્યૂ હોય ત્યા એક કેમેરો મિનિમમ લગાડવો. અને આમાં પોલીસનો સહયોગ કરે. |