મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ અને તેઓની સૂચના મુજબ હાલના સમયમાં વધી રહેલ સાયબર ફોડ અને સાયબર કાઈમના ગુનાઓને નિયંત્રિત કરવા તેમજ આ ગુના અટકાવવા માટે વધુમાં વધુ પ્રયત્નો કરવા માટે સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર ડી.જી.પટેલનાઓના દ્વારા પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા માં સાયબર કાઈમ ઘટાડવા માટે લોકો માં સાવચેતી અને લોકજાગૃતિ લાવવા માટે સાયબર અવેરનેસના કાર્યક્રમ ક૨વા ની સૂચના કરેલ હોય .

તાજેતરમાં ખોટી ઇ ચલણ ના ફોડ ના કિસ્સાઓ વધવા પામેલ હોય તકેદારી રાખવા અને તે અંગે જરૂરી પગલા લેવા અંગે આજકાલ ઘણા લોકોના મોબાઈલમાં RTO E-CHALLAN અંગેની ફેડ એપ્લીકેશન (.apk file) દ્વારા ખોટી ઈ-ચલણ માહિતી મોકલવામાં આવી રહી છે.તે લિંક અને ફાઇલ ફોડ હોય છે. જે તમારુ પર્સનલ ડેટા ચોરી કરે છે. અને તે અંગેના કિસ્સાઓ હાલમાં વધવા પામેલ છે અને આ અંગે ૧૯૩૦ ઉપર ખુબ જ વધુ પ્રમાણમાં નોંધાઈ રહે છે.

આ ફોડ થી બચવા માટે નીચે મુજબના પગલા લેવા જરૂરી છે.

(૧) તમને SMS/Whatsapp/Email દ્વારા મોકલાયેલી લિંક જેવી કે:-

RTO Challan.apk

RTO Challan250.apk

આવી લિંક પર ક્લીક કરવું નહી.

(૨)ગુગલ પ્લેસ્ટોરમાં જઈને ગુગલ પ્લે પ્રોટેક્ટ ઓન રાખવું.

(3)આપના મોબાઈલમાં કવચ ૨.૦ એપ્લીકેશન ઇંસ્ટોલ ક૨વી જે આવી Malicious file ને સ્કેન કરીને ઈંસ્ટોલ થવા દેશે નહી.