કાળઝાળ ગરમીને લઈને ગુજરાતના 7 જેટલાં જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર

copy image

copy image

સમગ્ર રાજયમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને મધ્ય રાત્રિ દરમિયાન ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યારે બપોરથી સાંજ દરમ્યાન ગરમ હવામાન રહે છે. ત્યારે કાળઝાળ ગરમીની અનુસંધાને હવામાન વિભાગ દ્વારા 6 માર્ચથી 10 માર્ચ, 2026 સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જેટલાં જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં જાણવા મળી રહ્યું છે, રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીનો પારો ઊંચો રહેવાની સંભાવના છે. રાજ્યમાં 6-7 માર્ચમાં ભાવનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરી દેવાયું છે. આ સમયે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ જોવા મળશે.