ભુજમાંથી 11 હજારની રોકડ સાથે ત્રણ ખેલીઓની અટક

copy image

ભુજમાં ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત બપોરે ભુજની ધકાણ શેરી દીવાલની આડમાં અમુક શખ્સો ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યાં હતા. ત્યારે અચાનન ત્રાટકેલી પોલીસે આરોપી ઇસમોને રોકડા રૂા; 11,240 સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.