ઓનલાઈન નાણાંકીય છેતરપિંડીમાં ગયેલ રકમ રૂ,૩૫,૦૦૦/- ફ્રીઝ કરાવી અરજદારને પરત અપાવતી માંડવી મરીન પોલીસ

image-212

મહે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેંજ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓ દ્વારા સાયબર ક્રાઈમનાં ગુના અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અંગે પો.ઇન્સ શ્રી વી.વી.ભોલા સાહેબ નાઓએ કાર્યવાહી હાથ ધરેલ.

જેમાં અરજદારશ્રી દેવિકાબેન મિતેશભાઈ બોડા રહે.શેખાઈ બાગ ગુંદીયાળી તા.માંડવી વાળાઓ સાથે રૂ.૩૫.૦૦૦/-ની ઓનલાઈન નાણાકીય છેતરપીંડી થયેલ હોઈ જે બાબતે અરજદારે માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપેલ જે અરજીની તપાસ કરી અરજદારના જે ઓનલાઈન નાણા છેતરપિંડીમાં ગયેલ હોઈ તે નાંણા ટેકનીકલ સર્વેલન્સ આધારે ફ્રીજ કરાવી અરજદારને તેના ખાતામાં પુરેપુરા નાણા પરત આપવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારી :-

ઉપરોક્ત કામગીરી પો.ઇન્સ વી.વી.ભોલા સાહેબ તથા પોહેડ કોન્સ ફુલદીપસિંહ રાણા તથા પો.હેડ.કોન્સ ઉદિતભાઈ રાજગોર દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.