સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પર કાર અને બોલેરો વચ્ચે અકસ્માત : બોલેરોમાંથી અબોલ જીવોને મુક્ત કરાયા

  સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પર આવેલ વડવાળા હોટેલ કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે,  આ બોલેરો ગાડીમાં પાડા ભરેલા હોવાથી કારમાં સવાર લોકોએ પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને  બોલેરોની તપાસ કરવામાં આવતા તેમાં ઘાસચારા, પાણીની વ્યવસ્થા કર્યા વગર ખીચોખીચ 13 અબોલ જીવને ભરવામાં આવ્યા હતા. પોલીસે આ પાડાઓને પાંજરાપોળમાં મોકલી દઈ બોલેરો ચાલકની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.