તેરા તુજકો અર્પણ સુત્ર અંતર્ગત “પોલીસ પ્રજાનો મિત્ર છે” સુત્રને સાર્થક કરતી નખત્રાણા પોલીસ

મહે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-કચ્છ (ભુજ) તથા પોલીસ અધીક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી બી. બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નાઓએ અત્રેના પો.સ્ટે. ખાતે ખોવાયેલ મોબાઇલ ફોન શોધી મુળ માલિકને પરત સોંપવાની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અન્વયે નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા તાલુકામાં અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન સરકારશ્રીના તેરા તુજકો અર્પણ સુત્ર મુજબ અરજદારોને પરત મળી રહે તે દિશામાં કામગીરી કરવા સુચના આપેલ હોય ગઈકાલ તા.૨૯/૦૬/૨૦૨૫ ના રોજ નખત્રાણા મધ્યે રહેતા મુકેશભાઈ બાબુલાલ પટેલ પોતાની મો.સા. લઇને જાડાય રોડ પર આવેલ તેમની વાડીએથી પોતાના ઘરે નખત્રાણા ખાતે આવતા હતા ત્યારે તેમનો OPPO કંપનીનો F-27 PRO મોબાઇલ ફોન ગણેશનગર મધ્યે ખોવાઇ ગયેલ જે બાબતની અરજી નખત્રાણા પો.સ્ટે. ખાતે આવેલ જે બાબતે નખત્રાણા પો.સ્ટે.ના કર્મચારીઓએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે શોધીને ગુમ થયેલ મોબાઇલ મૂળ માલિકને પરત કરી “તેરા તુજકો અર્પણ” ઉકિત સાર્થક કરેલ છે.

અરજદારના મુદ્દામાલની વિગત:-

OPPO કંપનીનો F-27 PRO મોબાઇલ ફોન નંગ-૦૧ જેની કિં.રૂ.૩૦,૦૦૦/-