ભુજ શહેરમાં નવયુવાનને બ્લેકમેઇલ કરી પોતાના ઘરમા લાખોની ચોરી કરવા મજબુર કરી રોકડ રૂપિયા તથા સોનાના દાગીના પડાવી લેનાર આરોપીઓની ધરપકડ


મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુંનાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ મે.પોલીસ અધિક્ષક સા. શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ.કચ્છ-ભુજ દ્વારા તથા નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ-ભુજનાઓના સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમા મિલ્કત સંબંધી ગુન્હાઓ જેવા કે ધાડ લુટ, તેમજ શરીર સબંધી ગંભીર પ્રકારના ગુંનાઓ અટકાવવા તથા શોધવા સારૂ સુચના તેમજ માર્ગદર્શન આપવામા આવેલ,
જે અનવ્યે ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.-૦૭૭૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૦૮(૫),૩૩૧(૪),૩૦૫(ક),૩૫૧(૨),૬૧(૨),૪૬,૫૪ મુજબનો ગુંનો તા-૨૨/૦૭/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ જેમા ફરીયાદી ભુજથી દિલ્હી કામ અર્થે ગયેલ તે દરમ્યાન ફરીયાદીના દિકરા ઇશાનસિંઘનો એકલતાનો લાભ લઇ ધમકીઓ આપી અલગ અલગ વાતો પર બ્લેકમેઇલ કરી ફરીયાદીના ધરમાં પ્રવેશ કરી રૂપિયા પંદર લાખની માંગણી કરી સરદારથી ખોટુ બોલાવડાવી ધરની તિજોરી સરદારથી ખોલાવી તેમાં રાખેલ રોકડ રૂા.૮,૦૦,૦00/-(આઠ લાખ) તથા ૧૦૦ ગ્રામનો સોનાનો બિસ્કીટ તથા સોનાના દાગીનાનુ વજન આશરે ૨૭૦ ગ્રામ કુલ કિ.રૂા.૨૪,૩૦,૦૦૦/-એમ કુલે કિ.રૂા.૩ર,૩૦,૦૦૦/-ફરીયાદીની માલિકીના તેમના દિકરા પાસેથી બળજબરીથી કઢાવી આરોપીઓએ સાથે મળી પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીના દિકરા તથા તેના મિત્રને ધાકધમકી આપી બળજબરીથી ગોવા ફરવા માટે મોકલી આપી જુના મોબાઇલ ફોન પોતાની પાસે રાખી નવા મોબાઇલ ફોન અપાવી અન્ય કોઇ જોડે વાત ન કરવાની ધમકી આપી જે બાબતેની ફરીયાદ દાખલ થયેલ હોઇ તે અનવ્યે ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ ટીમ બનાવી આ કામેના આરોપીઓને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદ્દદથી શોધી કાઢી સદર ગુંના કામેના બંને આરોપીઓ પાસેથી સદર ગુંના કામે ચોરીનો મુદ્દામાલ તેમજ રોકડા રૂપિયા રીકવર કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને આ કામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ.જે.જે.રાણા સા.નાઓ ચલાવી રહયા છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) રાહુલ ઉર્ફે લાલો ભગવાનજી સોલંકી ઉ.વ.રપ રહે.સિધ્ધાર્થ પાર્ક મ.નં-૬૮ એ,બી જુનીરાવલવાડી ભુજ
(૨) રાહુલ ઉર્ફે રવિ મોહનભાઇ મહેશ્વરી ઉવ.ર૮ રહે.માનકુવા,તા.ભુજ હાલે પંકજનગર કોડકી રોડ મ.નં-૮૦ ભુજ
રિકવર કરેલ મુદામાલ:-
(૧) રોકડ રૂપિયા ૧,૭૫,૬૦૦/-
(૨) સોનાનુ ૧૦૦ ગ્રામનુ બિસ્કીટ જેની કિ.રૂ.૧૦,૦૭,૦૦૦/-
સોનાની બંગડી નંગ-૦૨ જેની કિ.રૂ.૨,૭૦,000/-
સોનાની ચેઇન નંગ-૦૧ જેની કિ.રૂ.૧,૧૨,૦૦૦/-
સોનાની વીટી નંગ-૦૧ જેની કિ.રૂ.૮૨,૫૦૦/-
(૩) આઇફોન મોબાઇલ નંગ-૦૨ જેની કિ.રૂ.૧,૫૦,૦૦૦/-
રીકવર મુદ્દામાલ કુલ્લ કિ.રૂ.૧૭,૯૭,૧૦૦/-
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ
ઉપરોકત કામગીરીમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.જે.જે.રાણા તથા એ.એસ.આઇ.ઉમેશભાઇ બારોટ તથા પો.હેડ.કોન્સ ભરતજી ઠાકોર તથા રાજુભા જાડેજા તથા મામદભાઇ કુંભાર તથા ધવલભાઇ સેંઘલ તથા લાખાભાઇ બાંભવા તથા મુકેશભાઇ માળી તથા પો.કોન્સ.દશરથભાઇ ચૌધરી તથા કૈલાસભાઇ ચૌધરી તથા પ્રવિણભાઇ ચૌધરી તથા જતીનભાઇ પટેલ તથા અમીત પ્રજાપતિનાઓ જોડાયેલા હતા.