માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની સીંગલ બેરલ દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ, ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અસામાજીક પ્રવૃતી નાબુદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવિનભાઇ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પંકજભાઇ કુશવાહનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, નાના-વરનોરા ગામની પાસે આવેલ રાજાવાળી તલાવળી પાસે સીમ વિસ્તારમાં બાવળોની ઝાડીઓમાં એક ઈસમ શંકસ્પદ હાલતમાં હાજર છે અને તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતાં અતાઉર રહેમાન કાસમ મમણ ઉ.વ. ર૭ રહે. નાના વરનોરા તા.ભુજવાળો મળી આવેલ અને તેના પાસેથી એક સીંગલ બેરલ દેશી બનાવટની બંદુક મળી આવેલ જે સીંગલ બેરલ દેશી બનાવટની બંદુક પોતાની પાસે રાખવા અંગે કોઇ પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા આવી કોઇ પાસ પરમીટ મજકુર ઇસમ પાસે નહી હોવાનુ જણાવેલ જેથી મજુકર ઇસમ વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં ૪૧૫/૨૦૨૫ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી),એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ ២.

પકડાયેલ આરોપી

અતાઉર રહેમાન કાસમ મમણ ઉ.વ. ૨૭ રહે. નાના વરનોરા તા.ભુજ

કબ્જે કરેલ મુદામાલ

  • સીંગલ બેરલ દેશી બનાવટની બંદુક કિ.રૂા. ૧૦૦૦/