અબડાસાના જખૌ બંદરના લુણા બેટ પરથી શંકાસ્પદ ચરસનું પેકેટ મળી આવ્યું

copy image

copy image

  અબડાસા ખાતે આવેલ જખૌ બંદરના લુણા બેટ પરથી શંકાસ્પદ ચરસનું પેકેટ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહયા છે. બીએસએફની ટીમ  વોટર બોટ મારફત લુણા બેટ વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે સમયે પેટ્રોલિંગ દરમ્યાન ડ્રોન પણ ઉડાડવામાં આવ્યું હતું. આ દરમ્યાન આ શંકાસ્પદ ચરસનું પેકેટ મળી આવેલ હતું. આ ચરસનું પેકેટ આગળની વધુ કાર્યવાહી કરવા અર્થે જખૌ મરિન પોલીસને સોંપવામાં આવેલ હોવાનું સામે આવેલ છે.