જલ એ જીવન છે પણ લોકો તેને સમજે એ જરૂરી


જલ એ જીવન છે પણ લોકો તેને સમજે એ જરૂરી છે જો આજે પાણીનો બચાવ નહીં થાય તો આવનારી પેઢી પાણી માટે વલખા મારસે લોકોમાં હોડ જામી છે બાજુવારા વેરેછે તો હું એ વેરુને કેટલાય ગામડાઓ એવા છે જ્યાં માત્ર પીવા માટે દશ પંદર કિલોમીટર દૂર પાણી ભરવા જતા હોય છે કેરા ગામની વાત કરી તો રોડ પર રોજ પાણીના ધોધ વહે છે શેરીઓમાં પણ એજ હાલ છે કોઈકના ટાકા છલકે છે તો કોઈક દશ પંદર દિવસે મકાન ધોવે છે તો સોલાર ધોવામાં પણ લોકો હદ કરે છે સોલાર ને આખા નવડાવે છે રોડ રસ્તાઓ ખરાબ થાય છે પછી એકતો ખાડાઓ બીજું પાણી કેટલાય ગામડાઓ એવા છે જ્યાં પંચાયત દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે ત્યાં કોઈ પાણી નથી વેરતા તો એ પણ મકાન અને સોલર ધોતા તો હશેને રોડ વારા સાહેબ કહે છે કેરા ગામમાં રોડ પર પાણી વેરાતા ત્યાં વધારે રોડ ખરાબ થાય છે રોડ પર વેપારીઓ પણ હેરાન થાય છે જેથી ગ્રામ પંચાયત દ્વારા નિયમો બનાવાય તે જરૂરી છે
અહેવાલ, રવિલાલ હિરાણી કેરા