કેરા ગામે એક ખંડિત મૂર્તિના સંશોધનને એ સ્થળે ભવ્ય દિવ્ય જડેશ્વર મંદિરનું નિર્માણ !


કેરા ગામે એક ખંડિત મૂર્તિના સંશોધનને એ સ્થળે ભવ્ય દિવ્ય જડેશ્વર મંદિરનું નિર્માણ ! મહાદેવજીની અસીમ કૃપા વરસી એ મારું અહોભાગ્ય !
અલબત્ત, જીવનભર દુન્યવી એવોર્ડ, પ્રમાણપત્રો, સન્માનથી દૂર રહ્યો પણ
આ વણમાગ્યો સર્વશ્રેષ્ઠ ‘ઈશ્વરી એવોર્ડ’ મળ્યા પછી મારું જીવન ધન્ય બની ગયું!
નવાં રૂપ-રંગથી સુસજ્જ કેરા (તા. ભુજ) સ્થિત સુપ્રસિદ્ધ આસ્થા-શ્રદ્ધાધામ જડેશ્વર મંદિર. મૂર્તિ સંશોધન કર્યું ત્યારે ત્યાં આવું ભવ્ય દિવ્ય મંદિર અને સુશોભિત કલાત્મક 4 પરિસર બનશે એવી કલ્પના પણ નહતી. જય જડેશ્વર.