નખત્રાણા તથા નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ કેબલ ચોરીના બે વણશોધાયેલ ગુનાના આરોપી પોલીસની ગિરફ્તમાં


પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા ડ્રા.અશ્વિનભાઇ ગઢવીનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓનાઓને બાતમી હકીકત મળેલ કે, અમુક ઈસમો સફેદ કલરની બોલેરો ગાડી રજી.નં. જી.જે.૧૨ બી.ઝેડ. ૦૪૯૫ વાળીમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરી હાલે રસલિયા ગામથી ઉખેડા ગામ તરફ આવી રહેલ છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબની બોલેરો ગાડી મળી આવતા ચેક કરતા તેમાં (૧) અનવરશા જુમલશા સૈયદ (૨) સમીર ઈશાક જાગોરા (૩) ઈમામહુશેન ઈમામભ્રશ મુતવા (૪) લુકમાન મામદ મંધરા (૫) ધવલ વિજયભાઈ ચૌહાણ તથા (૬) કાસમ ઉર્ફે કારો જુસબ કુંભાર વાળાઓ હાજર મળી આવેલ અને મજકુર ઇસમોના કબ્જાની ગાડીમાંથી કોપરના વાયરો તથા કોપરની પ્લેટો મળી આવેલ જેથી મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા પ્રથમ ચાર ઇસમોએ જાણાવેલ કે, આજથી ૨૦ દિવસ અગાઉ ખાનાય તા.અબડાસા ગામની સીમમાં આવેલ એક બંધ પવનચક્કીમાંથી તથા આજથી એક મહિનો અગાઉ રસલિયા ગામની સીમમાં આવેલ એક બંધ પવનચક્કીમાંથી અમો ચાર જણાઓએ તથા અમારી સાથે અબ્બાસ રહે,ભુજ, રફિક મામદ લાખા રહે.ભુજ, સોકત લતિફ મંધરા રહેહરોડા તા.લખપત, ઈકબાલ હિંગોરજા રહે.રસલિયા તા.નખત્રાણા, રેમતુલા સાટી રહે. રતડિયા તા.નખત્રાણા તથા સમીર હિંગોરજા રહે.રસલિયા તા. નખત્રાણા વાળોઓ એમ અમો દસ જણાઓએ સાથે મળી ઉપરોક્ત બંને પવનચક્કીઓમાંથી રાત્રિના સમયે કોપર કેબલ વાયર તથા કોપરની પ્લેટોની ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે નખત્રાણા તથા નલિયા પોલીસ સ્ટેશનોમાં ખરાઈ કરતાં નીચે મુજબના ગુના દાખલ થયેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ સાથે હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
♦ મળી આવેલ મુદામાલ
- કોપરના વાયરો તથા પ્લેટો જેનો વજન આશરે ૧૨૦ કી.ગ્રા., કી.રૂ. ૬૦,૦૦૦/-
બોલેરો ગાડી રજી.નં. જી.જે.૧૨ બી.ઝેડ. ૦૪૯૫, કી.રૂ. ૫,૦0,000/-
- પકડાયેલ આરોપી
ધવલ વિજયભાઈ ચૌહાણ ઉવ.૩૨ રહે.વાલદાસનગર,ભુજ
- અનવરશા જુમલશા સૈયદ ઉવ.૩૦ રહે. ધોરાવા મંદિર પાછળ, ભુજોડી તા. ભુજ
કાસમ ઉર્ફે કારો જુસબ કુંભાર ઉવ.૩૨ રહે.ઈમામ ચોક, નવી સુંદરપુરી, ગાંધીધામ
- સમીર ઈશાક જાગોરા ઉવ.૨૨ રહે.કોટડા(જડોદર) તા.નખત્રાણા
- ઈમામહુશેન ઈમામભ્રશ મુતવા ઉવ.૨૨ રહે.કોટડા(જડોદર) તા.નખત્રાણા વા
લુકમાન મામદ મંધરા ઉવ.૨૪ રહે.હરોડા તા.લખપત
- પકડવાના બાકી આરોપી
અબ્બાસ રહે.ભુજ
રફિક મામદ લાખા રહે.ગાંધીનગરી,ભુજ
સોકત લતિફ મંધરા રહે.હરોડા તા.લખપત
- ઈકબાલ હિંગોરજા રહે, રસલિયા તા.નખત્રાણા
રેમતુલા સાટી રહે.રતડિયા તા.નખત્રાણા
- સમીર હિંગોરજા રહે, રસલિયા તા.નખત્રાણા
- નીચે મજબનો વણશોધાયેલ ગના શોધી કાઢેલ
- નખત્રાણા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૦૭૪૨/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-
૩૦૩ (૨) મુજબ
- નલિયા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૦૧૫૭/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-
૩૦૩ (૨) મુજબ