અંજારના નવાગામમાં પરિણીતાની છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

copy image

copy image

  અંજાર ખાતે આવેલ નવાગામમાં પરિણીતાની છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 18નાં સાંજે નવાગામ દૂધડેરી નજીક બન્યો હતો. આરોપી ઈશમે પરિણીતાનો હાથ પકડી અભદ્ર માંગ કરતાં પરીણીતાએ  પ્રતિકાર કરતા ઉશ્કેરાઈ જઈ આરોપી ઈશમે લોખંડના સળિયાથી તેના પર હુમલો કરી દીધો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.