કચ્છ જિલ્લો બન્યો ભરતી નો જિલ્લો
કચ્છમાં કર્મચારીઓ ભરતી લહી ને થોડાક સમયમાં જ જિલ્લા ફેર બદલી કરાવી પોતના વતનની વાત પકડી લે છે
શિક્ષકો બાદ હવે પંચાયત સેવા ના કર્મચારીઓની જિલ્લા ફેર બદલીઓ
કચ્છમાં પંચાયત વિભાગના 132 જેટલા કર્મચારીઓ પોતાના વતન બદલી કરાવી
ફિમેલ હેલ્થ વર્કર, ગ્રામસેવક, જુ. ફાર્માસીસ્ટ, તલાટી સહિતના કર્મચારીઓ ની બદલી
45 ફિમેલ હેલ્થ વર્કર, 28 ગ્રામસેવક, 11 જુ.ક્લાર્ક, 13 તલાટી સહિતના કર્મચારીઓ ની બદલી
કચ્છમાં ભરતી લહીને કર્મચારીઓ પોતાના વતન બદલીઓ કરાવીને જતા રહેતા હોવાથી કચ્છના તમામ વિભાગો માં રહે છે મોટી ઘટ
લાંબા સમય બાદ પુરાયેલી જગ્યા બાદ બદલીઓ ના કારણે જિલ્લા વહીવટી કામો ને પહોંચે છે મોટી અસર
આરોગ્ય વિભાગમાં એક સાથે 45 ફિમેલ હેલ્થ વર્કર ની બદલીના કારણે જિલ્લામાં આરોગ્ય કામગીરી ને પહોંચશે ગંભીર અસર
એક સાથે 5 થી વધુ ગામો જેના હેઠળ આવે છે એવા 28 ગ્રામસેવક ની બદલીના કારણે પણ કામગીરીને મોટી અસર પહોંચશે
નવી ભરતી નહિ આવે ત્યાં સુધી હવે બદલીની તમામ જગ્યા પર અન્ય કર્મચારીને “ચાર્જ સોપાશે જેના કારણે કામગીરી ને ગંભીર અસર પહોંચશે
બદલીઓના કારણે જિલ્લા માં શિક્ષણ, આરોગ્ય ,પંચાયત સહિતના વિભાગોને પહોંચે છે માઠી અસર
નવી ભરતી કે નિમણુંક ના થાય ત્યાં સુધી આવા કર્મચારીઓ ને જિલ્લામાંથી છુટા ના કરવામાં આવે તે જ જિલ્લા ના હિત માં
શિક્ષકો ની ઘટ વચ્ચે ભણેલા કચ્છના સ્થાનિક યુવાનો ને જ ભરતીમાં અગ્રતા આપવમાં આવે તેમાંજ કચ્છ જિલ્લાનું કલ્યાણ
રાજ્ય માં કુલ 1433 કર્મચારીઓ ની બદલી થઇ તેમાં કચ્છના 132 એટલે 10 ટકા જેટલા કર્મચારીઓ કચ્છના