૨૮ જુલાઇના ધોળાવીરા ખાતે કચ્છી લોકવાદ્યો અને લોકસંગીતનો સાંસ્કૃતિક-લોકડાયરાનો કાર્યક્રમ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી કચ્છી લોકવાદ્યો અને લોકસંગીતનો સાંસ્કૃતિક-લોકડાયરાનો કાર્યક્રમ ધોળાવીરા ખાતે ૨૮ જુલાઇના રોજ સાંજે ૬ કલાકે યોજાશે. કચ્છી આરાધી ભજન ગ્રુપ, ભીરંડીયારા દ્વારા લોકસંગીત તથા લોકવાદ્યોની રમઝટ બોલાવવામાં આવશે તેવું અખબાર યાદીમાં જણાવાયું છે.