સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના તાલુકા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓની એક દિવસીય તાલીમ યોજાઇ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કચ્છ અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના તાલુકા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓની એક દિવસીય રિફ્રેશર તાલીમનું આયોજન ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.

 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-કચ્છ હસ્તકની સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના જિલ્લાના તમામ તાલુકાના તાલુકા કો-ઓર્ડીનેટર, તાલુકા એન્જિનીયર અને ક્લસ્ટર કો-ઓર્ડીનેટર આ તાલીમમાં જોડાયા હતા. આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામકક્ષાએ ઘન અને પ્રવાહી કચરાનું યોગ્ય, સુચારૂ અને કાયમી નિકાલ કરવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવાનો હતો. લોકો સામુહિક રીતે સ્વચ્છતા સાથે સ્વસ્થતાના આગ્રહી બને, કાયમી ધોરણે ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કટિબધ્ધ બને તે માટે, IEC માહિતી સંચારની વિસ્તૃત માહિતી દ્વારા SBMG ના તાલુકા અને ગ્રામ્ય કક્ષાના  કર્મચારીઓને તાલીમના માધ્યમથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના મદદનીશ પ્રાયોજનના અધિકારીશ્રી મહેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ SBMG ટીમ કચ્છ દ્વારા આ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.  આ તાલીમમાં રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા-અમદાવાદ તરફથી નિયુક્ત માસ્ટર ટ્રેનર શ્રી હાજાભાઇ કળોતરા તથા શ્રી દિનેશભાઈ વીરાડિયા તેમજ કચ્છ જિલ્લાના એસબીએમ-જી યોજનાના તાલુકા અને ગ્રામ્ય કક્ષાના તાલીમાર્થી કર્મચારી, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના જિલ્લાના કન્સલ્ટન્ટશ્રી વિજય જેઠવા, ચેતન પેથાણી, મુકુન્દ શ્રીમાળી અને જીતેન્દ્ર ભીલ  તથા તમામ તાલુકાના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.