ભુજના ઢોરીમાં આધેડ મહિલાએ બીમારીથી કંટાળીને એસિડ ગટગટાવ્યું

copy image

copy image

ભુજ ખાતે આવેલ ઢોરીમાં આધેડ મહિલાએ બીમારીથી કંટાળીને એસિડ પી જતાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઢોરીમાં રહેતા 43 વર્ષીય મહિલા કંકુબેન હરિભાઇ મેરિયા છેલ્લા ચાર વર્ષથી થાઇરોઇડની બીમારીથી કંટાળી જઈ ગત તા. 30-6ના રોજ ઘરે હતા તે સમયે ઘરે એસિડ પી લેતા તેમને તાત્કાલિક સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.