આદિપુરમાં દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

copy image

copy image

આદિપુરમાં દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આદિપુરના નવપ્રભાત કોલોની સામે, હાથી બગીચા નજીક એક ઈસમ બેગમાં દારુનો જથ્થો લઈને ઉભો છે. જેથી પોલીસે તુરંત હકીકત વાળા સ્થળ પર રેડ કરતા સફેદ કલરના બેગ સાથે આરોપી શખ્સ હાજર મળી આવ્યો હતો. ત્યારે બેગની તપાસ કરવામાં આવતા તેમાંથી 1818ની કિંમતના 18 બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની ધરપકડ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.