ભુજીયા ડુંગરની તળેટીમાં નાગપંચમી નિમિત્તે લોકમેળો હોવાથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ

પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજની કચેરીની તા.૨૮/૦૭/૨૦૨૫વાળી દરખાસ્તની વિગતે આગામી તા.૨૯/૦૭/૨૦૨૫ના રોજ ભુજ શહેરના ભુજીયા ડુંગરની તળેટીમાં નાગપંચમી નિમિત્તે દરવર્ષની જેમ લોકમેળો યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. આ સ્થળના આજુબાજુના રોડ પર વાહનોની અવર-જવર વિશેષ પ્રમાણમાં રહે છે જેથી મેળા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક નિયમન માટે રજુ થયેલ દરખાસ્ત અનુસંધાને નીચે મુજબની હુકમ કરવો જરૂરી જણાય છે.

જેથી હું આનંદ પટેલ, આઈ.એ.એસ., જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, તા.૨૯/૦૭/૨૦૨૫ના સવારના કલાક 5:00 થી રાત્રીના કલાક ૨૩:૦૦ સુધી નીચે અનુસુચિમાં જણાવેલ ભુજ શહેરના રસ્તા પરથી ભારે વાહનોની અવર-જવરના નિયમન માટે હુકમ કરું છું.

આ હુકમની અંદર ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તે મુજબનો

થાય છે.

અનુસૂચિ

આર.ટી.ઓ. સર્કલથી આત્મારામ સર્કલ તરફ આવતા ભારે વાહનો ભુજીયા ડુંગરની તળેટી તરફ નહી આવી

શકે, પરંતુ આર.ટી.ઓ. સર્કલથી માધાપર તરફ જઈ શકશે તેમજ આત્મારામ સર્કલથી આર.ટી.ઓ. સર્કલ તરફ આવતા ભારે વાહનો ભુજીયા ડુંગરની તળેટી તરફ નહી આવી શકે, પરંતુ આત્મારામ સર્કલથી માધાપર તથા ભુજ તરફ જઈ શકશે.

સરદાર વલ્લભભાઈ પટેલના પુતળા (મિન્હાજ સર્કલ)થી આત્મારામ સર્કલ ચાર રસ્તા તરફ આવતા ભારે વાહનો આવી શકે નહીં, પરંતુ સુરલભીટ ચાર રસ્તા થઈ માધાપર જઈ શકશે.

જથ્થાબંધ માર્કેટથી આત્મારામ સર્કલ ચાર રસ્તા તરફ આવતા ભારે વાહનો આવી શકશે નહીં, પરંતુ લખુરાઇ ચાર રસ્તા થઇ કે ભુજ શહેર તરફ અવર-જવર કરી શકશે.

ઉપરોક્ત જાહેરનામામાંથી નીચે જણાવેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

  1. પોલિસ ખાતાનાં કે અન્ય સરકારી ફરજ પરના વાહનો.

२. પોલિસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્થળ પરના સહાયક અધિક્ષકશ્રી દ્વારા અધિકૃત કરેલા વાહનો .

આજરોજ તા. ૨૮/૦૩/૨૦૨૫ના મારી સહી તથા સિક્કો કરી આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે.

મેજીસ્ટર * *

(આનંદ પટેલ) જીલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ-ભુજ

નકલ રવાના

પોલિસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તરફ… વધારાની ૨૦ નકલો સાથે બહોળી પ્રસિદ્ધિ તથા અમલ થવા

સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ભુજ २.

એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી, ભુજ (ગ્રામ્ય/શહેર) 3.

४. કેન્દ્ર નિયામકશ્રી, આકાશવાણી, ભુજ

५ નાયબ માહિતી નિયામકશ્રી, માહિતી ખાતું ભુજ.. સ્થાનિક વર્તમાનપત્રમાં વિના મુલ્યે પ્રસિદ્ધિ અર્થે.

S. વ્યવસ્થાપકશ્રી, સરકારી પ્રેસ, રાજકોટ તરફ…. ગેઝેટમાં પ્રસિદ્ધિ અર્થે

3 ડી.આઇ.ઓ.શ્રી. એન.આઇ.સી.શાખા, તરફ અત્રેની વેબ સાઇટ પર પ્રસિધ્ધી અર્થે

८. કચેરીના નોટીસ બોર્ડ પર