વરસાદથી ક્ષતિગ્રસ્ત નેશલન હાઈવે ૪૧માં વિવિધ જગ્યાએ પેચવર્કની કામગીરી પ્રગતિમાં

copy image

કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિના લીધે નેશનલ હાઈવે, નગરપાલિકાઓ તેમજ સ્ટેટ ઓથોરિટીના વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે. રાજ્ય સરકારશ્રીની સૂચના અન્વયે કચ્છ જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગને રીપેર કરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. કચ્છમાં આવેલા નેશનલ હાઈવે નંબર ૪૧ ઉપર વિવિધ જગ્યાએ પડેલા ખાડાઓમાં કોલ્ડ મિક્ષિંગ ટેક્નિકથી ખાડાઓનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. વાહનચાલકોને કોઈ જ મુશ્કેલી પડે નહીં તે દિશામાં કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાલમાં વિવિધ જગ્યાએ કરવામાં આવી રહી છે.