કચ્છના પરંપરાગત કલાના સ્થાનિક કલાકારોને જિલ્લા માહિતી કચેરીએ  નોંધણી કરાવવા ઈજન

જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છ દ્વારા કચ્છના ગામડાઓ અને શહેરોમાં સમયાંતરે ડાયરાભવાઈશેરીનાટકોકઠપૂતળી શૉકથા-કીર્તનલોકસંગીતલોકનૃત્યો જેવા લોકમાધ્યમો/પરંપરાગત માધ્યમોના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ કાર્યક્રમોના માધ્યમથી સ્થાનિક કલા અને કલાકારોને પ્રોત્સાહન પુરું પાડવામાં આવે છે. સાથે જ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓકાર્યક્રમો તેમજ સિદ્ધિઓને રાજ્યના અંતરિયાળ વિસ્તારના નાગરિકો સુધી પહોંચાડવવામાં આવે છે.

         આ કાર્યક્રમો માટે ડાયરાભવાઈશેરીનાટકોકઠપૂતળી શૉકથા-કીર્તનલોકસંગીતલોકનૃત્યોના કલાકારો તેમજ સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓની યાદી તૈયાર કરવાની હોય સંબંધિત પરંપરાગત અને લોકમાધ્યમો સાથે સંકળાયેલા કચ્છ જિલ્લાના કલાકારોએ નિયત નમૂનાનું ફોર્મ જિલ્લા માહિતી કચેરીભુજ-કચ્છ માહિતી ભવન, બહુમાળી ભવનની સામે, ભુજ-કચ્છ, પીન -૩૭૦૦૦૧થી રૂબરૂ મેળવીને નોંધણી માટે અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે કચેરીનો સંપર્ક કરવા નાયબ માહિતી નિયામક ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.