નખત્રાણાના મથલમાં ટ્રેલરના હડફેટે આવી જતાં વૃદ્ધનું મોત

copy image

નખત્રાણા ખાતે આવેલ મથલ ગામે ટ્રક ટ્રેલરના હડફેટે આવી જતાં 82 વર્ષીય વૃદ્ધનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ મથલ ગામના 82 વર્ષીય આમદ જુમા સાટી ગામના પાદરે મથલથી મથલ ડેમ ઉપર માથા પર લીલાચારાની ભારી લઇ જઈ રહ્યા હતા, તે સમય દરમ્યાન ગોલાઇ પાસે રસ્તો ઓળંગતિ વેળાએ ટ્રેઇલરની હડફેટે ચડતા ગંભીર ઇજાઓ પહોચી હતી. ઉપરાંત તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.