મુંદ્રાના શિરાચામાં જુગાર રમતા ચાર ખેલીઓની અટક

copy image

મુંદ્રા તાલુકાનાં શિરાચામાં ધાણીપાસા વડે પોતાનું નશીબ અજમાવતા ચાર ખેલીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે વર્તુળોમાથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગત રાત્રે સિરાચામાં નવીનાળથી સિરાચા માર્ગે ખેતરપાળ મંદિર પાસે આવેલી કૃતિ કોલોનીમાં અમુક શખ્સો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે આરોપી ઇસમોને રોકડા રૂા;3450ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વધુમાં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.