ભુજ નગરપાલિકા દ્વારા હમીરસરની અંદર નવી માછલીઓ મુકવામાં આવી

copy image

ભુજ નગરપાલિકા દ્વારા કચ્છ વિકાસ ટ્રસ્ટ પાસેથી માછલીઓના બચ્ચાઓ લઈને અને અંદાજીત ૧,૦૦,૦૦૦ બચ્ચાઓને મુકવામાં આવ્યા હતા, આ માછલીઓ તળાવનું પાણી પણ શુદ્ધ કરવામાં, તળાવમાં થતા લીલ શેવાળ, તેમજ અન્ય ગંદકી દુર કરવામાં પણ મદદરૂપ રહેશે. ગણેશોત્સવ, દશામાં ના વ્રત તથા નવરાત્રી ના ત્યોહારો દરમ્યાન લોકો શ્રધ્ધાથી પોતાના ઘરે મૂર્તિ-ગરબાનું સ્થાપન કરે છે પરંતુ તે પૂર્ણ થયા બાદ તે દરમ્યાનનું પુજાપાનું સામાન, મૂર્તિઓ અને ગરબા તેમને વારંવાર વિનંતી કરવા છતાં પણ હમીરસર તળાવમાં પધરાવવામાં આવી રહ્યું છે તેમજ હમીરસર તળાવમાં રહેલા જળચર જીવોને ખાદદ્યસામગ્રી આપ્યા બાદ પ્લાસ્ટીકના ઝબલાને પણ તળાવમાં જ નાખી દેવામાં આવતા હોય છે જેને કારણે જળચર જીવો હેરાન થાય છે. ઉપરોક્ત બાબતે સૌ શહેરીજનો જાગૃત થઈ શહેરના હાર્દસમા હમીરસર તળાવને ગંદકીથી બચાવીએ તેને સ્વચ્છ રાખીએ તેમજ સુંદર બનાવીએ આજરોજ જ્યારે માછલીના બચ્ચાઓને હમીરસરમાં નાખવામાં આવ્યા ત્યારે સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળા, સેનિટેશન ઇન્સ્પેક્ટર મિલનભાઈ ગંધા તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.