અમૃત ૨.૦ યોજના અંતર્ગત કરવાના થતા નવા કામો માટે GUDC તેમજ ભુજ નગરપાલિકાની સંકલન બેઠક યોજાઈ
આજરોજ પ્રાંત કચેરી મધ્યે પ્રાંત અધિકારી તેમજ ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી ડો. અનિલ બી જાદવ ના અધ્યક્ષસ્થાને અમૃત ૨.૦ યોજના અંતર્ગત કરવાના થતા નવા કામો માટે GUDC તેમજ ભુજ નગરપાલિકાની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખશ્રી ધનશ્યામભાઈ સી. ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ પી. જાડેજા, શાસકપક્ષના નેતા કમલભાઈ ગઢવી, દંડક રાજેશભાઈ ગોર, ડ્રેનેજ શાખાના ચેરમેન ધર્મેશભાઈ ગોર તેમજ ભુજ નગરપાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભુજ નગરપાલિકા અમૃત ૨.૦ યોજના અંતર્ગત ડ્રેનેજ નેટવર્ક તથા પાણી પુરવઠાના નેટવર્ક નું આયોજન કરી પ્રાદેશિક કમિશ્નર, રાજકોટ પાસે મોકલવામાં આવેલ, જેમાં પ્રાદેશિક કમિશ્નરશ્રીએ GUDM પાસેથી તે કામો મંજુર કરાવેલ જે કામોના ઈમ્પ્લીમેન્ટ GUDC દ્વરા કરવામાં આવશે. તે કામો સંકલન થી થાય તે માટે કરીને આજરોજ પ્રાંત અધિકારી દ્વારા ભુજ નગરપાલિકા તથા GUDC ને સંકલનમાં રહીને આયોજનબદ્ધ રીતે કામો થાય તે માટે બેઠક યોજવામાં આવી હતી. અમૃત ૨.૦ યોજના અંતર્ગત જે ડ્રેનેજલાઈનો પાથરવામાં આવશે તેમાં અંદાજીત ૭૦ કિમી તથા નવા ૦૫ પમ્પીંગ સ્ટેશનો બનાવવામાં આવશે જેનો અંદાજીત ખર્ચ રૂ. ૩૬.૩૨ કરોડ જેટલો થશે તેમજ પાણી પુરવઠાના નેટવર્ક માટે ૦૩ કિમી ની લાઈન, ૦૫ પાણીના ટાંકા તેમજ નવો ૨૦ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવશે જેનો અંદાજીત ખર્ચ ૧૫.૨૭ કરોડ જેટલો થશે. આ તમામ કામો સંકલન સાધીને આયોજનબદ્ધ કરવામાં આવશે. આ કામો તમામ વોર્ડના નગરસેવકોને સાથે રાખીને આયોજન કરવામાં આવ્યા છે તદુપરાંત કોઈ પણ જગ્યાએ ખુટતી કડી રહી ગયેલ હશે તે જેતે વોર્ડના કાઉન્સિલરને સાથે રાખીને નવું સર્વે કરાવીને મંજુરી મેળવ્યા બાદ તે કામો કરવામાં આવશે