વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ પર ડૉ.શશિકાંત લિંબાચીયા દ્વારા આયોજિત ‘કેન્સર વોરિયર્સ મીટ’માં હેડ એન્ડ નેક કેન્સર સર્વાઈવર્સે તેમની અતૂટ હિંમતની ગાથાઓ રજૂ કરી

copy image

વિશ્વભરમાં હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોઢા અને ગળાના કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે, પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડૉ.શશિકાંત લિંબાચીયાએ “કેન્સર વોરિયર્સ મીટ 2025” ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પ્રેરણાદાયી પરંપરામાં, કેન્સરને સફળતાપૂર્વક હરાવનાર દર્દીઓ એકઠા થયા અને તેમની આશા અને હિંમતની ગાથાઓ રજૂ કરી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુના લીધે થતા કેન્સરના જોખમો અને કેન્સરની વહેલી તપાસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.
તમાકુનું વ્યસન મોઢા એન્ડ ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે, જે ભારતીય પુરુષોમાં થતા કુલ કેન્સરના ૨૬% જેટલો હિસ્સો ધરાવે છે. ધૂમ્રપાન કરનારાઓ માટે આ જોખમ ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં લગભગ ૧૦ ઘણું વધારે છે. ગુજરાતમાં આ આંકડાઓ ખાસ કરીને ચિંતાજનક છે, જ્યાં છેલ્લા બે દાયકામાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.