ખાવડાના આર.ઇ. પાર્કમાં ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરનારો રંગે હાથ ઝડપાયો

copy image

ખાવડાના આર.ઇ. પાર્કમાં ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરનારો ચોર રંગેહાથ ઝડપાઈ ગયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામેલ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાવડાના આર.ઇ. પાર્કમાં અદાણી પ્લોટ-9માં આવેલા ટ્રાન્સફોર્મરમાંથી 40 લિટર ઓઇલ કિં.રૂા. 4000ની ચોરી કરી બોલેરો ગાડીનો ચાલક મનદીપકુમાર સત્યાવીરસિંગ ચૌધરી તથા અંકિત સુભાષચંદ્ર ચૌધરીએ ગાડીમાં ભર્યો હતો. આની વચ્ચે સિક્યુરિટી ગાર્ડે તેની તપાસ કરી પૂછતાછ કરતાં તમામ હકીકત સામે આવી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.