ભુજમાં મોબાઇલ ટાવર પરથી 50 હજારના વાયરની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

ભુજમાં મોબાઇલ ટાવર પરથી 50 હજારના વાયરની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના નીલકંઠનગર નજીક મોબાઇલ ટાવર પરથી 50 હજારના વાયરની તસ્કરી થતાં સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝર અલ્તાફ હુસેન માંજોઠી દ્વારા બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પર ફરિયાદ દાખલ કરવવામાં આવેલ છે. જે અનુસાર ગત તા. 10/7ના રાતે ભુજના નીલકંઠનગર નજીક આવેલ મોબાઇલ ટાવર ડાઉન થયાનું તેમને એન્જિનીયર મારફત જાણ કરવામાં આવેલ, તેથી તેઓ અહી આવી તપાસ કરતાં અહીથી જુદા જુદા પ્રકારે મીટર વાયર કિં.રૂા. 50 હજારની ચોરી કરી અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.