મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાતે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાહ

copy image

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાતે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાહ
સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતા નગરની મુલાકાત લેશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાહએ બુધવારે સાંજે ગાંધીનગરમાં લીધી હતી.
શ્રી ઓમર અબ્દુલ્લાહ ગુજરાતની દ્વિ-દિવસીય મુલાકાતે આવેલા છે. તેમના ગુજરાત રોકાણ દરમિયાન તેઓ ગુરુવારે બપોરે એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લેવાના છે.