આતંકની ‘શમા’ પર સકંજો; ઇન્સ્ટા પર બ્રેનવૉશ કરતી હતી

copy image

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન ઈન્ડિયન સબ કોન્ટનેન્ટ(એકયુઆઈએસ) સાથે સંકળાયેલી મૂળ ઝારખંડની યુવતીની ગુજરાત એટીએસે બેંગલુરુમનાંથી ધરપકડ કરી છે. 8 દિવસ પહેલા એટીએસે એકયુઆઈએસ માટે સોશિયલ મીડિયા પર ભારત વિરોધી પ્રચાર -પ્રસાર કરનારા 4 કથિત આતંકવાદીની ધરપકડ કરી હતી. તે ચારેય કરતાં પણ વધારે ઉશ્કેરણી ફેલાવતા વીડિયો પોસ્ટ આ યુવતી ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી કરતી હતી. જેમાં એકયુઆઈએસના લીડર મૌલાના અસીમ, અલ કાયદના ઈમામ અન્વર અલ આવલાકી અને લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝના દેશ વિરોધી અને આતંકવાદી હુમલાને સમર્થનના વિડિયોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં આ યુવતી પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં હોવાના પણ પૂરાવા મળ્યા છે. એટીએસના ડીઆઈજી સુનિલ જોશી એ જણાવ્યું હતુ કે, એકયુઆઈએસ માટે સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રચાર-પ્રસાર કરતા હતાં.
આ પહેલાં પકડાયેલા ચાર આરોપીના રિમાન્ડ દરમિયાન મળતી માહિતી મુજબ તપાસમાં અન્ય મહિલાની પણ ધરપકડ કરાઈ છે, તે મહિલા ઈન્સ્ટાગ્રામ પર કે stranger nation 2′ નામક એકાઉન્ટ મારફતે Aqis ના જિહાદી વિષયો પર વાત કરતી હતી.

ફેસબુક પર પણ stangers of nation અને stangers of nation 2 નામક એકાઉન્ટ ચલાવતી હતી. આ બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રચલિત હતા જેમાં 10 હજારથી વધારે ફોલોવર્સ હતા, તે
બેંગલોરેની આ શમા પરવીન મહિલા એકાઉન્ટ ચલાવતી હતી. તેને
ઘરેથી મોબાઇલ સાથે પકડી પાડવામાં આવેલ છે.

આ મહિલા ધાર્મિક હિંસા અને દેશ વિરુદ્ધ કૃત્યો આ એકાઉન્ટમાં મૂકવામાં આવતા હતા. તેથી આરોપી મહિલાને અમદાવાદ ATS ખાતે પકડી લઈ આવવામાં આવી છે.
તપાસમાં પાકિસ્તાન અને અન્ય દેશો સાથે સંપર્ક હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ મહિલા ઝારખંડની મૂળ રહેવાસી છે તેના પ્રોફાઇલની વિગત વાર તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

એક મહિલા આટલી કટ્ટર કેવી રીતે હોય? આ શંકાથી એટીએસની ટીમે તેના ઘરના સર્વેલન્સ અને ઈન્ટરનેટ ઓપરેશન પર અનેકવાર ચેક કર્યું કે પરિવારનો કોઈ પુરૂષ સોશિયલ મીડિયા પર હિન્દુ અને દેશ વિરોધી પોસ્ટ મુકતો હશે. આમ સમજી શમાના ભાઈનું સર્વેલન્સ વધાર્યું પરંતુ આ પોસ્ટ તે કામમાં હોય ત્યારે પણ થતી. ત્યાર બાદ શમાની માતા અને ભાભીને પણ પોલીસે ચેક કર્યાં અંતે 30 વર્ષની શમા જ આતંકી નીકળી.

શમાએ પાક.આર્મી ચીફ મુનીરને મેસેજ લખ્યો હતો

મે મહિનામાં જ્યારે ભારતની આર્મી પાકિસ્તાની આતંકીઓનો ખાત્મો બોલાવી રહી હતી ત્યારે કર્ણાટકમાં રહેતી શમા પરવીને ‘Strangers of the nation’ નામની ફેસબુક પ્રોફાઈલ પર લખ્યું કે, ‘હવે સમય આવી ગયો છે હિન્દુત્વને ખતમ કરવાનો’ આ સાથે તેણે પાકિસ્તાન આર્મી ચીફ મુનિરને મુસ્લિમ દેશોને એક કરવા પણ સંદેશો લખ્યો હતો. આવી અનેક દેશ વિરોધી પોસ્ટ પણ પુરાવા રૂપે ગુજરાત એટીએસે કબજે કરી છે.

રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.