માંડવીના ફરાદીમાં 15 વર્ષીય કિશોરીએ ઝેરી દવા પી લઇ કર્યો આપઘાત

copy image

copy image

માંડવી ખાતે આવેલ ફરાદીમાં 15 વર્ષીય કિશોરીએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત તા;28ના ફરાદીમાં રહેનાર 15 વર્ષીય સોનલ સતીશ નાયકાએ કોઈ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ત્યાર બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.