આણંદમાં આયુર્વેદ કોલેજની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
copy image

આણંદમાં આયુર્વેદ કોલેજની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી વિગતો મળી રહી છે જે મુજબ, ગત રાત્રે વિદ્યાનગર સ્થિત સ્ટેન્ઝા લિવિંગ ગર્લ્સ હોસ્ટેલમાં આ ઘટના બની હતી. વીધી પરમાર નામની વિધ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે જાણ થતાં પોલીસની ટીમએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ અંગે તપાસ શરૂ કરી હતી. વધુમાં સૂત્રોનું કહેવું છે, હાલ વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે વધુ તપાસ આરંભી છે.