નવસારીના બીલીમોરા નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં મેદાનમાં બેઠેલા નિર્દોષ યુવકે જીવ ખોયો

copy image

copy image

નવસારીના બીલીમોરા નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં મેદાનમાં બેઠેલા નિર્દોષ યુવકનો જીવ લીધો હતો. આ ઘટનાની વિગતો કઈક એ મુજબ છે કે, બીલીમોરાના ખાપરવાડા ગ્રાઉન્ડ નજીક બેફામ ગતિએ આવતી એક કારે મેદાનમાં બેઠેલા નિર્દોષ યુવકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બીલીમોરાના ખાપરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક બેઠેલા અશોક આહીરને અજાણી કારના ચાલકે બેફામ રીતે કાર હંકારી કચડી નાખ્યો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હોવાનુ સામે આવ્યું છે.