ભગવાન ના પ્રસાદી સ્વરૂપ હમીરસર સરોવર ના સંતો ના વરદહસ્તે વધામણાં…


ભુજ તા. ૯…વર્ષો થી ચાલી આવી રહેલી ઐતહાસિક પરંપરા મુજબ જ્યારે જ્યારે હમીરસર સરોવર માં નવા જળ નું આગમન થાય છે અને સંપૂર્ણ રીતે ભરાતા પાટવાડી નાકે આવેલ ઓગને જઈ આ જળ ને ધાર્મિક વિધિવિધાન અને શાસ્ત્રોક્રિયા દ્વારા નવા નીર ના વધામણાં સવાર ના સત્ર માં શણગાર આરતી બાદ વર્ષો થી ભુજ સ્વામિનારાયણ મંદિર ના સંતો નિભાવી રહ્યાં છે
આજરોજ વહેલી સવારે વાજતે ગાજતે ભુજ સ્વામિનારાયણ મંદિર ના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી. ભગવદ્જીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી કાર્યવાહક કોઠારી સંત શ્રી. દેવપ્રકાશદાસજી, શ્રી. ગૌલોકમુનિદાસજી, શ્રી. પુરષોતમ સ્વરૂપદાસજી વિગેરે વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ માં મહંત સ્વામી અને સંતો એ ભગવાન શ્રી સ્વામિનારાયણ જયઘોષ સાથે પવિત્ર જળ ના વધામણાં કર્યા હતા. ઠાકોરજી ના જળ સ્નાન સાથે ઠાકોરજી ને પ્રસાદ ધરાવી ઉપસ્થિત સૌ હરિભકતો ને ઓગન ઉત્સવ પ્રસાદ આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય એ છે કે જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભુજ પધારતા ત્યારે આ સરોવર ના પવિત્ર જળ માં સ્નાન કરતાં, આ હમીરસર સરોવર નો પવિત્ર મહિમા આજપણ કચ્છ લીલા દર્શન માં જોવા મળે છે. આજપણ પૂજ્ય મહંત સ્વામી ની આયુ ૯૩ વર્ષ ની છે અને દીક્ષા ગ્રહણ કરે ૬૫ વર્ષ થી પણ વધારે સમય થયો હશે, આજપણ જ્યારે આ રીત ના ઉત્સાહનો માહોલ હોય ત્યારે પોતે ત્યાં ઉપસ્થિત રહી પ્રસાદી ના હમીરસર સરોવર નું જળ ગ્રહણ કરી પૂજા અર્ચના કરી વંદન સાથે ધન્યતા અનુભવે છે..કહેવાય છે કે આ સરોવર માં સ્નાન કરવાથી એ જીવાત્માને મોક્ષ તરફ ગતિ મળે છે.
ભગવાન ના પ્રસાદી સ્વરૂપ આ હમીરસર સરોવર નો વિશેષ મહિમા આજપણ જોવા મળે છે જ્યારે એકાદશી કે ઉત્સવ સમૈયા હોય ત્યારે દેશ વિદેશ ના હરિભકતો હાથ માં માળા લઈ પગપાળા આ સરોવર ની ફરતે પ્રદક્ષિણા કરતા જોવા મળે છે. આજપણ
પણ ભુજ ના નગરજન હરિભક્તો ચાતુર્માસ દરમિયાન આ હમીરસર સરોવર પ્રદક્ષિણા ના નિયમ પણ લે છે…