ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ ખાતે કચ્છ જીલ્લા ના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની જનરલ મીટિંગ નું આયોજન કરાયું

આજ રોજ 9/9/25 ના ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ ખાતે કચ્છ જીલ્લા ના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની જનરલ મીટિંગ નું આયોજન કરવામાં આવેલ તેમાં હાજર 400 થી વધુ સભ્યો ની સહમતિ થી આગામી તારીખ 12/09/2025 ના સામખીયારી ટોલ બંધ કરવામાં આવશે સાથે કચ્છ ના તમામ ટોલ પર સ્વેચ્છીક હડતાળ રહેશે .
આ મુહિંમ મા ચેમ્બર ઓફ કોમર્સ નો સંપૂર્ણ સહયોગ છે
આ હડતાલમાં, કચ્છ ડીસ્ટ્રીક્ટ ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસોસીએશન- ગાંધીધામ, ધ ટેન્કર ઓનર એન્ડ ઓપરેટર્સ એસોસીએશન,કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસીએશન, કચ્છ ગાંધીધામ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન, ટ્રક ઓનર વેલ્ફેર ફાઉન્ડેશન-રતનાલ, ન્યુ જીજીટીએ એસોસીએશન-ગાંધીધામ, જી જી ટી એ, ટ્રાન્સપોર્ટ વેલફેર ફાઉન્ડેરશન ઓફ રાજસ્થાન, કચ્છ ડીસ્ટ્રીક્ટ ટ્રકઓનર એસોસીએશન, ટેક્સી એસોસિએશન કચ્છ, સામાજિક સંસ્થાઓ, વેપારીઓ તેમજ આમ જનતા આહડતાલમાં જોડાશે.