એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી :- એક જાગૃત નાગરીક
આરોપી :-
ઉસ્માનગની ઇસ્માઇલગની મીર, હોદ્દો-સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-૩, નોકરી:-ચોથા એડી.સીનીયર સીવીલ જજ સાહેબની કોર્ટ, જીલ્લા ન્યાયાલય, આણંદ.
રહે- મકાન નંબર-બી/૨, ૪૦૬, ઇકરા રેસીડન્સી, ભાલેજ ઓવરબ્રિજ પાસે, આણંદ.
ટ્રેપની તારીખ :-તા.૦૮/૦૯/૨૦૨૫
લાંચની માંગણીની રકમ: રૂા.૧૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ: રૂા.૧૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ: રૂા.૧૫,૦૦૦/-
ગુનાનુ સ્થળ :- મોજે અમુલ ડેરી સામે જાહેર રોડ ઉપર, આણંદ, જી.આણંદ
ટુંક વિગત :- આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રી વિરુધ્ધ બેન્ક દ્વારા સરફેસી એક્ટ હેઠળ ફરીયાદીશ્રીના મકાનનો કબ્જો મેળવવા નામ સીવીલ કોર્ટ, આણંદ ખાતે ન્યાયીક પ્રક્રિયા કરેલ જે કામે સીવીલ કોર્ટ, આણંદ નાઓએ તા.૨૩/૦૪/૨૦૨૫ ના રોજ ફરીયાદીશ્રીના મકાનનો કબ્જો બેન્કને સોંપવા હુકમ કરેલ. જે હુકમની અમલવારી કરવા નામ.કોર્ટે, કોર્ટ કમીશ્નર મુજબ કાર્યવાહી કરવા જણાવતા તા.૩૧/૦૮/૨૦૨૫ ના રોજ કોર્ટ કમીશ્નરશ્રી તથા આરોપી ઉસ્માનગની નાઓ ફરીયાદીના મકાનનો કબ્જો બેન્કને સોંપવા માટે ફરીયાદીના ઘરે ગયેલ પરંતુ મકાનનો કબ્જો બેન્કને અપાવેલ નહી. બાદ આરોપી ફરીયાદીશ્રીને રૂબરૂમાં તેમજ ટેલીફોનિક સંપર્ક કરી તેઓના મકાનનો કબ્જો લેવા કોર્ટના માણસ આવે તેની જાણ તથા આગામી પજેશન (કબ્જા) ની નોટીસ નીકળશે તેની જાણ કરવા સારુ આરોપી ઉસ્માનગની નાઓએ વ્યવહાર પેટે રૂ.૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે પૈકી રૂ.૧૦,૦૦૦/- આગાઉ લઇ લીધેલ અને બાકીના રૂ.૧૫,૦૦૦/-ની માંગણી કરતા લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરવામાં આવેલ જે છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણા રૂ.૧૫,૦૦૦/- ની માંગણી કરી, સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી :-
સુ.શ્રી એમ.એલ.રાજપુત,
પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ
સુપરવિઝન અધિકારી :-
શ્રી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ. by information m a bava committee for the porvion of currpuon Gujarat parsidnt