ભચાઉ નજીક ઊભેલા ટ્રેઇલરમાં પાછળથી અન્ય ટ્રેઇલર અથડાતાં 27 વર્ષીય યુવાને જીવ ખોયો

copy image

copy image

કચ્છ જિલ્લાના  ભચાઉના જૂની મોટી ચીરઇ અને નવી મોટી ચીરઇ વચ્ચે ઊભેલા ટ્રેઇલરમાં પાછળથી અન્ય ટ્રેઇલર અથડાતાં 27 વર્ષીય સંજીતકુમાર રાજેન્દ્ર યાદવ નામના યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી મુંદ્રાથી ટ્રેઇલર લઈને મોરબી જવા નીકળ્યો હતો તે સમયે ગત તા. 13/10ના રોજ ચીરઇથી નવી મોટી ચીરઇ વચ્ચે જિઓ પેટ્રોલ પંપની સામે પહોંચ્યો હતો, તે દરમ્યાન માર્ગની વચ્ચે અન્ય ટ્રેઇલરના  પોતાનું વાહન કોઇ આડશ કે સિગ્નલ આપ્યા વગર ઊભું રાખી દેતાં આ યુવાનનું વાહન પાછળથી તેમાં અથડાતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.